અણીયારી ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર

- text


મોરબી એલસબી દ્વારા કાર્યવાહી કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો

મોરબી : મોરબી જિલ્લાના દિવાળીના તહેવાર ઉપર દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના મલીન ઈરાદા ઉપર પોલીસ પાણી ફેરવી રહી હોય તેમ મોરબીમાંથી રેઢી હાલતમાં કારમાંથી દારૂ ઝડપી લેવાની સાથે મોરબી એલસીબી ટીમે માળીયા – અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીકથી એસયુવી કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો હતો. જો કે, અહીં પણ આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણા – અમદાવાદ હાઇવે ઉપર કારમાં વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે અને કાર માળીયા તરફ આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી ટીમે વોચ ગોઠવતા અણીયારી ટોલનાકા નજીક રોહિશાળા ગામના પાટિયા નજીકથી જીજે – 01 – કેક્યું – 8450 નંબરની કાર મળી આવતા કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 427 બોટલ કિંમત રૂપિયા 1,91, 051 મળી આવતા પોલીસે 10 લાખની કાર સહિત 11,91,051નો મુદ્દામાલ કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text