મોરબીના પંચાસર રોડ ઉપર દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર

- text


મોરબી એલસીબી ટીમે પાડેલ દરોડો 

મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે શહેરના પંચાસર રોડ ઉપર દરોડો પાડી વિદેશી દારૂ ભરેલી ઇકો સ્પોર્ટ્સ કાર પકડી પાડી હતી. જો કે, દરોડા સમયે આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે રેઢી હાલતમાં કાર કબ્જે કરી કાર નંબરના આધારે આરોપીને શોધી કાઢવા તજવીજ શરૂ કરી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ફારૂકી મસ્જિદ સામે વિદેશી દારૂ ભરેલી કાર પડી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા બનાવ સ્થળેથી જીજે – 12 – સીજી – 2521 નંબરની ઇકો સ્પોર્ટ્સ કાર મળી આવી હતી. જેની તલાશી લેતા કારમાથી 54 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 30,672 મળી આવતા પોલીસે 4 લાખની ગાડી સહિત 4,30,672નો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text