વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખખાણા ગામે પોલીસે બાતમીને આધારે આરોપી સુરેશ છગનભાઇ ગોધાણીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.