મોરબી અને વાંકાનેરમા બે વરલીભક્ત ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા અને વાંકાનેર સીટી પોલીસે બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે આરોપીઓને પકડી પાડયા હતા. પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે લીલાપર ચોકડી નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અમજદ બાબુભાઇ ખાન નામના ઉત્તરપ્રદેશના વતની શખ્સને વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 410 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે કુંભારપરામાં દરોડો પાડી આરોપી નલિન હરિભાઈ મેરને વરલી મટકાનો જુગાર રમાડતા પકડી પાડી રોકડા રૂપિયા 320 અને વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text