હળવદના ખેતરડી ગામે વિદેશી દારૂની 24 બોટલ સાથે એક પકડાયો, એક ફરાર

- text


એલસીબી ટીમે વાડામાં છુપાવેલો દારૂ પકડી પાડ્યો

હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂની 24 બોટલ સાથે પકડી પાડી દારૂ સપ્લાય કરનાર શખ્સનું નામ પણ ખોલાવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે આરોપી કાશીરામ રણછોડભાઈ દેકાવડીયા ઉ.38 નામનો શખ્સ વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી કાશીરામના વાડામાંથી જુદી – જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 11,208નો મુદામાલ મળી આવતા આરોપીની ધરપકડ કરી પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી કિશન મેરાભાઈ દેકાવાડિયા રહે. ખેતરડી ગામ વાળા પાસેથી ખરીદ કર્યાનું કબુલતા કિશનને ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text