મોરબીમાં કારમાંથી દારૂ અને એક્સેસમાંથી બિયરના ડબલા પકડાયા

- text


મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસે કરેલી કાર્યવાહી 

મોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસે આયુષ હોસ્પિટલ નજીકથી કારમાં વિદેશી દારૂ સાથે બે શખ્સોને તેમજ બી ડિવિઝન પોલીસે મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી એક્સેસ મોટર સાયકલમાં બિયરના ડબલા લઈને નીકળેલા શખ્સને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબીની આયુષ હોસ્પિટલ નજીકથી આરોપી નીતિન માવજીભાઇ કૈલા રહે.રવાપર રોડ, સરદાર સોસાયટી અને રાકેશ વનમાળીદાસ અગ્રાવત રહે.રવાપર ગામ નામના શખ્સને જીજે – 36 – એસી – 3873 નંબરની આઈ ટવેન્ટી કારમાં વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 696 સાથે ઝડપી લીધા હતા. આરોપીઓએ દારૂની આ બોટલ સોહિલ ઉર્ફે સવો સલીમ મોવર રહે.ખ્વાજા પેલેસ, પંચાસર રોડ વાળા પાસેથી ખરીદી કર્યાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી 2 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક તરફ જતા રોડ ઉપરથી એક્સેસ મોટર સાયકલમાં બિયરના ચાર ડબલા કિંમત રૂપિયા 400 સાથે નીકળેલા આરોપી ચેતન હર્ષદભાઈ જામ્બુકીયા રહે.ચોટીલા વાળાને ઝડપી લઈ 20 હજારના મોટર સાયકલ સહિત 20,400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text