નકલીની બોલબાલા : ટંકારા પંથકમાં નકલી ઓઇલનું કારખાનું પકડાયું

- text


સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે લજાઈ -હડમતીયા વચ્ચેથી આખેઆખી ફેક્ટરી ઝડપી

મોરબી : મોરબીમાં નકલી દારૂ, નકલી ટોલનાકા બાદ નકલી ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બુધવારે સવારથી લજાઈથી હડમતીયા જતા માર્ગ ઉપર ભરડિયા નજીક આવેલ એક ફેકટરીમાં છાપો મારતા નકલી ઓઈલનું કારસ્તાન બહાર આવ્યું છે, જો કે, હજુ સુધી સત્તાવાર રીતે રેઇડની કામગીરી અંગેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં નકલીની બોલબાલા વચ્ચે બુધવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ બાતમીને આધારે ટંકારા પંથકમાં લજાઈથી હડમતીયા જતા માર્ગ ઉપર ભરડિયા નજીક આવેલ એક ફેકટરીમાં છાપો મારી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી નકલી ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપી લીધી છે, સૂત્રોના જણાવ્યા મુજબ આ ફેક્ટરીમાંથી લાખો રૂપિયાની મશીનરી તેમજ લુઝ ઓઇલના બેરલ કબ્જે લેવામાં આવ્યા છે. જો કે,હજુ સત્તાવાર રીતે સ્ટેટ મોનીટરીંગ ટીમે કોઈ વિગતો જાહેર કરી નથી.

- text