મોરબી : જીકીયારી ગામની સીમમાં એક કુવાની અંદર નીલગાય ખાબકી હતી. ત્યારે ગામના ઠાકોર સમાજના યુવાનોએ તુરંત જ રેસ્કયુ હાથ ધરી નિલગાયને સલામત રીતે બહાર કાઢી હતી. આમ યુવાનોએ જહેમત ઉઠાવીને નિલગાયનો જીવ બચાવ્યો હતો.