મોરબીમાં બાઈક ઉપર વિદેશી દારૂની ખેપ મારતા બે ઝડપાયા

- text


રંગપર ગામની સીમમાં દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને બાઈક ઉપર વિદેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ 3 બોટલ દારૂ અને એક બાઈક સાથે બન્નેને ઝડપી લઈ દારૂ સપ્લાય કરનાર ત્રીજા શખ્સનું નામ ખોલાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાંથી એક શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે પકડી પાડ્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 2 અને 3 વચ્ચેથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને પસાર થઈ રહેલા આરોપી રવિ રામજીભાઈ બાંભણીયા અને સંજય ગંગારામભાઈ બાંભણીયા રહે.વજેપર વાળાને અટકાવી તલાશી લેતા ત્રણ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 2088 મળી આવતા 50 હજારનું બાઈક સહિત 52,088નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓએ વિદેશી દારૂ આરોપી સાહિલ સીદીકભાઈ ચાનિયા રહે.કબીર ટેકરી મોરબી વાળા પાસેથી ખરીદ્યો હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાં ભોલેબાબા હોટલ સામેથી આરોપી જયદીપભાઈ આનંદભાઈ રાહોલિયા રહે.ત્રાજપર ચાર રસ્તા, અંબિકા, મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text