હળવદ પંથકમા થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપી પકડાયા 

- text


આરોપીઓએ ચોરી કરેલ સોના-ચાંદીના ઢાળીયા સાથે બન્નેને દબોચી લેવાયા 

હળવદ : હળવદ શહેરની વિશ્વાપાર્ક સોસાયટી તેમજ સુસવાવ ગામની સીમમાં છ મહિના પૂર્વે થયેલ ઘરફોડ ચોરીની બે ઘટનામાં સ્થાનિક પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ ચોરીમાં ગયેલ સોના – ચાંદીના ઢાળીયા કબ્જે કરી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ છએક માસ પહેલા હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં તેમજ હળવદ શહેરની વિશ્વાપાર્ક સોસાયટીમાં ઘરફોડ ચોરીની બે ઘટનાઓ બની હતી જેમાં આ ચોરીને અંજામ આપનાર આરોપીઓ હળવદ -માળીયા હાઇવે બાયપાસ ઉપર ઝૂંપડામાં રહેતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે આરોપી શની ગણેશભાઈ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે સુખો રેમશભાઈ ઉર્ફે વિક્રમભાઈ રાઠોડને ઝડપી લઈ આરોપીઓના કબ્જામાંથી 36.925 ગ્રામ સોનાનો ઢાળીયો તેમજ 85 ગ્રામ ચાંદીનો ઢાળીયો કબ્જે કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text