બ્લોકના કારણે 24 ઓક્ટોબરની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યુલ

- text


મોરબી : નોર્થ ઈસ્ટર્ન રેલવેના ગોરખપુર-ગોંડા સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસનને રિશેડ્યુલ કરવામાં આવી છે. 24 ઓક્ટોબર, 2024 ના રોજ ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય 19.35 કલાકને બદલે 3 કલાક મોડી એટલે કે 22.35 કલાકે ઉપડશે. મુસાફરોએ વધુ માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.

- text