મોરબીમાં બે તમંચા અને એક પિસ્તોલ સાથે એક ઝડપાયો

- text


એસઓજી પોલીસે માર્કેટિંગ યાર્ડ નજીકથી આરોપીને દબોચ્યો

મોરબી : મોરબી શહેરમાં ગુન્હાખોરીની ડામવા પોલીસે કમર કસી છે ત્યારે સોમવારે રાત્રીના સમયે પોલીસે અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલા શખ્સને બે તમંચા અને એક પિસ્તોલ તેમજ જીવતા કારતુસ સહિતના ઘાતક હથિયારો સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે એક શખ્સ થેલીમાં હથિયાર સાથે બેઠેલો છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ ઉર્ફે ટાવર નટુભા જાડેજા ઉ.42 રહે.હાઉસિંગ બોર્ડ, મોરબી વાળાના કબ્જામાંથી 2 તમંચા કિંમત રૂપિયા 10 હજાર, એક પિસ્તોલ કિંમત રૂપિયા 15 હજાર, એક જીવતો કારતુસ કિંમત રૂપિયા 200 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5000મળી આવતા 30,200નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવા કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશન, મરવા મજબુર કરવા તેમજ ધમકી આપવા સબબ તેમજ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

- text