ટંકારા : ટંકારા તાલુકાના ગજડી ગામે ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે ગજડી ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરીને પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવા રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ગજડી ગામે 19 ઓક્ટોબરના રોજ અઢી ઈંચ તથા 20 ઓક્ટોબર અને 21 ઓક્ટોબરના રોજ 1 ઈંચ વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને ખૂબ જ નુકસાન થયું છે. આ નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય આપવા માગ કરવામાં આવી છે.