મોરબીના એવન્યુ પાર્ક પાસેના નાલાનો ડાયવર્ઝનનો રસ્તો બિસ્માર, વાહન ચાલકો પરેશાન

- text


વરસાદ પડવાથી રસ્તામા પાણી ભરાયા, કિચડના કારણે અનેક બાઇક સ્લીપ પણ થયા

મોરબી : મોરબીના એવન્યુ પાર્ક પાસેના નાલાનો ડાયવર્ઝનનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક બાઇક સ્લીપ પણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીના એવન્યુ પાર્ક પાસે નાલાનું કામ ચાલી રહ્યું હોય, નજીકમાંથી ડાયવર્ઝનનો રસ્તો કાઢવામાં આવ્યો છે. વરસાદ થતાં આ રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત હજુ પણ અહીં પાણી અને કીચડ હોય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા આ મામલે તુરંત કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે.

- text

- text