14 નવેમ્બરે મોરબીમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 14 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકે કલેકટર કચેરીના મધ્યસ્થ સભાખંડમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમીક્ષા બેઠકમાં મોરબી જિલ્લાના પ્રવાસન સ્થળો યાત્રાધામના વિકાસની અને આગામી વિકાસ કાર્યોની સમિતિના સભ્યો સાથે ચર્ચા- વિચારણા કરવામાં આવશે. તેમ સભ્ય સચિવ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબી દ્વારા જણાવાયું છે.

- text

- text