440 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ. જીવરાજભાઈ વરમોરાને શ્રદ્ધાંજલિ પાઠવીમોરબી : સ્વ. જીવરાજભાઈ શીવાભાઈ વરમોરાની 15મી પુણ્યતિથિ નિમિત્તે વરમોરા પરિવાર દ્વારા મોરબીના રાતાવિરડા ખાતે આવેલાવરમોરા ગ્રેનીટો પ્રા. લિ. યુનિટ 3 ખાતે સંસ્કાર બ્લડ બેન્ક મોરબી, અને સિવિલ બ્લડ બેન્ક મોરબી અને રાજકોટના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં 440 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં પ્રમોદભાઈ વરમોરા, મનીષભાઈ વરમોરા, અશોકભાઈ ભૂત અને ભાવેશભાઈ સરાસવડીયાએ જહેમત ઉઠાવી હતી. દરેક રક્તદાતાઓ માટે ટી-શર્ટ અને ગિફ્ટ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ વરમોરા પરિવાર, વરમોરા ગ્રુપ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.