અમેરિકામાં રહેતા મોરબીવાસીઓ દ્વારા દશેરા નિમિત્તે સહસ્ત્ર પૂજન કરાયું

- text


મોરબી : તારીખ 20 ઓક્ટોબરના રોજ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પારસીપેની શહેરમાં એચ.એસ.એસ. સંસ્થા દ્વારા ભારતીય લોકો માટે દશેરા નિમિત્તે સહસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા સંસ્થા વિશ્વ માનવ સેવાના કાર્યોની રૂપરેખા આપવામા આવી હતી. જેમાં મૂળ મોરબીના ખાખરેચીના અને હાલ અમેરિકા રહેતા ગુણવંદભાઈ આરદેશણા, મિતેશભાઈ ત્રિવેદી, વિવેકભાઈ દવે તથા ભુપેન્દ્રભાઈ પૂજારી દ્વારા સહસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય લોકોએ યોગા, કસરત, સંગીતના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ સર્વે લોકો માટે ભારતીય પરંપરા પ્રમાણે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

- text