મોરબી જિલ્લા પોલીસ દ્વારા શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


શહીદ દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે તારીખ 21 ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. મકનસરના પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા, ડીવાયએસપી સમીર સારડા, એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી, વાંકાનેર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ જવાનોએ ઉપસ્થિત રહીને શહીદ પોલીસ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

- text