વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 5 થી 9 નવેમ્બર સુધી પ્રવેશબંધી

- text


વાંકાનેર : વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝન રેલ્વે, પ્રોટેક્શન ફોર્સના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વર્ષ-2024 ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તારીખ 5 નવેમ્બર થી 9 નવેમ્બર એમ પાંચ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

- text

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. તે ફાયરીંગ બટ વિસ્તારમાં 5-11-2024 થી 9-11-2024 એમ પાંચ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં કે ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

- text