રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર

- text


મોરબી : રાજ્ય સરકારે વર્ગ ૪ના કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં બોનસ ચુકવવાની જાહેરાત કરી છે. વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને તેનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text