RSS સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

- text


તારીખ 20-10-2025ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલ ભાઈ અઘારાનો જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાવડી ખાતે ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો સાથે પરિવાર સાથે ઉપસ્થિતમાં જન્મ દિવસની મંગલમય ઉજવણી કરી હતી. બાળકો સાથે વાતચીત અને અલ્પાહાર કર્યો હતો.

આ દરમ્યાન કેન્દ્ર સંચાલક જમના બેન મકવાણા એ વિપુલભાઈનું કુમકુમ તિલકથી સ્વાગત અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ડો. હેડગેવાર સ્મારક સમિતિના મંત્રી વિપુલભાઈ અઘારા એ માનવ મૂલ્ય અને સમરસતાના ઉદાહરણ સ્વરૂપે અનોખી રીતે જન્મ દિવસ ઉજવીને પ્રેરણાત્મક કાર્ય કર્યું.

- text

- text