મોરબીના લાલપર ગામના બસસ્ટેન્ડ પાસે દારૂ – બિયર સાથે બે પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામના બસસ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ હાલતના બાઈક લઈને નીકળેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં ડિજિટલ ટાઇલ્સ લખધીરપુર ખાતે રહેતા આરોપી અજિત હેમુભાઈ બામણિયા અને મોરબીના જોધપર ગામની સીમમાં વાલજીભાઈ મકનભાઈ બરાસરાની વાડીના રહેતા આરોપી દિલીપ ઠાકુરભાઈ મેહડા નામના શખ્સને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1600 અને બિયરના 6 ટીન કિંમત રૂપિયા 600 સહિત 2200ના મુદ્દામાલ તેમજ 1 લાખનું બાઈક મળી કુલ રૂપિયા 1,02,200નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text