બગથળાની અભિલાષા ગૌશાળાના લાભાર્થે રાહતભાવે ફટાકડાના સ્ટોલનું આયોજન

- text


23 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી મોરબીમાં બે સ્થળે સ્ટોલ શરૂ રહેશે

મોરબી : દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે બગથળાની અભિલાષા ગૌ શાળાનાં લાભાર્થે અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા દ્વારા રાહતદરે ફટાકડાના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

ફાટકડાનો સ્ટોર નં-1 ઉમા હોલ, રવાપર ગામ પાસે, બહુચરાજી મંદિર સામે, સ્ટોલ નંબર 2 પ્રસંગ હોલની બાજુમાં જી.આઇ.ડી.સી. શનાળા રોડ મોરબી ખાતે તારીખ 23-10-2024 થી 1-11-2024 સુધી કાર્યરત રહેશે. જેમાં રાહત દરેએટલે કે મોરબીમાં સૌથી સસ્તા ભાવે ફટાકડાનું વેચાણ કરવામાં આવશે. ત્યારે આ દિવાળીએ ગૌશાળામાં બીજી મદદ કરી કુટુંબ માટે દીપાવલી ઉજવવા ફટાકડાની ખરીદી કરીને ગાયોનાં નિભાવવા માટે મદદ કરવા જણાવવામાં આવ્યું છે. આ સ્ટોરમાં અન્ય સ્ટોલ કરતાં રાહત દરે ફટાકડા આપવામાં આવશે તેમ જણાવાયું છે.

- text

- text