શિક્ષકોનો ફેર બદલી કેમ્પ યોજવા ધારાસભ્યોને મોરબી જિલ્લા પ્રા. શિક્ષક સંઘની રજૂઆત

- text


મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે તારીખ 19 ઓક્ટોબર ને શનિવારના રોજ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100 % બતાવી જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફલાઈન/ઓનલાઈન યોજવા બાબતે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રૂબરૂ મળી આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- text

આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, કાવર મણિલાલ, તથા મોરબી જિલ્લા પ્રાથમિક સંઘના અન્ય હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં જિલ્લા ફેર વાંચ્છુક શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અને બન્ને ધારાસભ્યોને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા ઓ 100% જિલ્લા ફેર બદલી કેમ્પમાં બતાવી ઓફલાઈન/ઓનલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજૂઆતને સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- text