મોરબીના માધાપરમા જુગાર રમતા પાંચ પકડાયા

- text


મોરબી : મોરબી શહેરના માધાપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે માધાપર શેરી નંબર 15મા દરોડો પાડી આરોપી (૧) બિપીનભાઈ અંબાલાલભાઈ જાલરીયા (૨) રમેશભાઈ ખોડાભાઈ પરસાડીયા (૩) કિશોરભાઈ મોહનભાઈ કાથરાણી (૪) ઈન્દુભાઈ સવજીભાઈ લાઘણોજા (૫) પંકજભાઈ હસમુખભાઈ લાઘણોજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,750 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text