બેટી વધાવો ! હળવદના નવા ઇશનપુર ગામે પુત્રી જન્મતા ધુંવાડાબંધ ગામ જમણ

- text


ત્રણ ભાઈઓના પરિવારમાં દીકરીનો જન્મ થતા જ હરખની હેલી, 2700 લોકોને લાડવા ખવડાવાયા

હળવદ : આજના આધુનિક યુગમાં પણ દીકરા-દીકરીને એક સમાન નથી ગણવામાં આવતા અને બે ત્રણ દીકરી હોય તો ગર્ભ પરીક્ષણ કરાવી દીકરીને જન્મ પહેલા જ પરલોક પહોંચાડવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે હળવદ તાલુકાના નાના એવા નવા ઇસનપુર ગામે રહેતા મકવાણા પરિવારનાં આંગણે લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થતાં પરિવારજનો દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ સગા વહાલાઓ ને તેડાવી 2700 લોકોને લાડુનું જમણ કરાવ્યું હતું.

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા બળદેવભાઈ સોંડાભાઈ મકવાણા (દલવાડી) ત્રણ ભાઈઓ હોય ત્રણેય ભાઈઓના ઘરે દીકરા હોય પરંતુ લાડકી દીકરી ન હોય જેથી પરિવારજનો એ મનોમન નક્કી કર્યું હતું કે જો અમારા ઘરે લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થશે તો ગામમાં આવેલ શ્રી ઝીંઝુવાડીયા હનુમાનજી મંદિરે ધુમાડા બંધ ગામ જમાડીશું.જેથી તાજેતરમાં જ બળદેવભાઈના ઘરે દીકરીનો જન્મ થતાં સમસ્ત ગ્રામજનોને નોતરું આપી જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અને સગા વહાલાઓને પણ બોલવામાં આવ્યા હતા. આજે શ્રી ઝિંઝુવાડીયા હનુમાનજી મંદિરે દીકરી અવતરણની ખુશીમાં યોજાયેલ જમણવારમાં 2700 થી વધુ લોકો એ એક સાથે ભોજન લીધું હતું અને દીકરીને આશીર્વાદ આપ્યા હતા.

- text

- text