વાંકાનેરના મહિકા ગામે ખેતીની જમીનનો દસ્તાવેજ નહિ કરી આપતા ફરિયાદ

- text


જાતિ પ્રત્યે અપમાનીત કરવા મામલે પણ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે ખેતીની જમીન વેચાણ કરવા માટે સાટાખત કરી આપ્યા બાદ દસ્તાવેજ નહિ કરી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવતા બનાવ અંગે હાઇકોર્ટના આદેશ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મહિકા ગામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા વિજયકુમાર શિવાભાઈ ચાવડા નામના યુવાને મહિકા ગામે જ રહેતા આરોપી ઉસમાનભાઈ માહમદભાઈ બાદીએ વર્ષ 2020મા રૂપિયા 5 લાખ અવેજ મેળવી સાતખાત કરી આપ્યા બાદ દસ્તાવેજ નહિ કરી આપતા સંબંધિત વિભાગોમાં વાંધા અરજી કર્યા બાદ હાઇકોર્ટમાં કરેલ અરજી અંગે કોર્ટના ચુકાદા મુજબ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ આરોપીએ જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હાઇકોર્ટના આદેશ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text