મોરબીના હોસ્પિટલ ફીડર અને ત્રાજપર ફીડર હેઠળના વિસ્તારમાં આવતીકાલે વીજકાપ રહેશે

- text


મોરબી : મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ તારીખ 19-10-2024ના રોજ રોડ વાઇડનીંગની કામગીરી માટે હોસ્પિટલ ફીડર અને ત્રાજપર ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

- text

જેમાં એમ હોસ્પિટલ ફીડર હેઠળના લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણ સોસાયટી, ત્રાજપર ફીડર હેઠળના તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલા પાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ સોસાયટી, મયુર સોસાયટી, ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

- text