મોરબી : રાજ્ય સરકારના બાગાયત ખાતા હસ્તકની મોરબીની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૪- ૨૫માં ઘર આંગણે ખેતી કરવા તથા બાગાયતી ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે રાયણ- રૂ.૧૫/- જાંબુ - રૂ. ૧૫/-, ફાલસા -રૂ. ૨૦/- દેશી બોર - રૂ.૧૫/-, કરમદા - રૂ.૧૫/-, અંજીર કટકા કલમ -રૂ.૩૦/- સેતુર કટકા કલમ -રૂ.૨૦/- વગેરેનું હાલમાં સસ્તા દરે વેચાણ ચાલુ છે.આ ઉપરાંત બાગાયતી ખેતીને લગત યાંત્રિક તથા યોજનાકીય માર્ગદર્શન પુરું પાડવામાં આવશે તેથી આમાં રસ ધરાવતા ખેડુતોએ બાગાયત અધિકારીશ્રીની કચેરી ફળ રોપા ઉછેર કેન્દ્ર જડેશ્વર રોડ, વાંકાનેર- મોરબી કચેરીએથી જાહેર રજાના દિવસો સિવાય ફળ પાકના રોપાઓ મળી રહેશે. આ માટે હિતેશ રોજાસરા- મોબાઈલ નંબર- ૯૮૨૪૨૪૫૬૩૫ પર સંપર્ક સાધી શકાશે તેમ બાગાયત અધિકારી ફળ રોપા ઉછેર કેન્દ્ર, વાંકાનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.