મોરબીમાં સુદંત ડેન્ટલ ક્લિનિકનો પ્રારંભ : ડો.પરાગ વામજા દાંતની એ ટુ ઝેડ સારવાર આપશે 

 

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ(સ્ક્રૂ),સિરામિક, એક્રેલિક તથા મેટલના ફિક્સ દાંત બેસાડવા, આખું ચોકઠું તથા એકથી વધારે દાંતનું ચોકઠું બનાવવા, મશીન દ્વારા દાંતની સફાઈ, વાંકા-ચુકા દાંત, પેઢાની તમામ તકલીફ સહિતની તમામ અદ્યતન સારવાર મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત અને અનુભવી ડેન્ટલ સર્જન ડો.પરાગ વામજા દ્વારા સુદંત ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં દાંતની એ ટુ ઝેડ સારવાર મળવાની છે. તો દાંતને લગતી કોઈ પણ સમસ્યા માટે જરૂર મુલાકાત લ્યો.

દાંતના નિષ્ણાંત અને ઇમ્પ્લાન્ટ સ્પેશિયાલીસ્ટ ડો.પરાગ વામજા (BDS, FOI) 5 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ છેલ્લા 3 વર્ષથી મહેન્દ્રનગર ખાતે આવેલી સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સેવા આપતા હતા. હવે તેઓ દ્વારા શહેરના રવાપર- ઘુનડા રોડ ઉપર વૈદેહી પ્લાઝામા સુદંત ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અહીં મશીન દ્વારા દાંતની સફાઈ, વાંકા-ચુકા દાંતની આધુનિક પદ્ધતિ દ્વારા નિદાન તથા સારવાર, પેઢામાં થતી તમામ તકલીફોનું નિદાન તથા સારવાર, નાના બાળકોના દાંતની અદ્યતન સાધનો દ્વારા સારવાર, ડહાપણ દાઢમાં થતી તકલીફોની સારવાર, સિરામિક, એક્રેલિક તથા મેટલના ફિક્સ દાંત બેસાડવા, આખું ચોકઠું તથા એકથી વધારે દાંતનું ચોકઠું બનાવવા સહિતની સારવાર આપવામાં આવશે.

સમય : સવારે ૯:૩૦થી ૧:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૮:૩૦

સુદંત ડેન્ટલ ક્લિનિક
પહેલો માળ, વૈદેહી પ્લાઝા,
રવાપર- ઘુનડા રોડ, મોરબી
મો.નં.7014980224