મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડાવાયેલા શખ્સને પાસા હેઠળ ડીટેઈન કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. મોરબી ક્રાઈમ બ્રાંચ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા (હાલ રહે, મોરબી, વાવડી રોડ, શ્રીજી પાર્ક સોસાયટી)ને આજ રોજ 18 ઓક્ટોબરે પાસા હેઠળ ડીટેઈન કરીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- text