તા. 28 ઓક્ટોબરથી 17નવેમ્બર સુધી કુલ 21 દિવસ બાળકોને મજા-મજા મોરબી : રાજ્યમાં તમામ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ એક સરખી રહે તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા. 28 ઓક્ટોબર 2024 થી 17નવેમ્બર 2024 સુધી કુલ 21 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે.રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા. 28 ઓક્ટોબર 2024 થી 17નવેમ્બર 2024 સુધી કુલ 21 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શાસનાધિકારીઓને પરિપત્ર દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક સરખી રહી શકે. સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિભર, અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓમાં પણ આ મુજબનું વેકેશન રહેશે.