હળવદના સરંભડા ગામે થ્રેસર મશીન વીજ તારને અડકી જતા યુવતીનું મૃત્યુ

- text


ખેતરમાં મગફળી કાઢતી વખતે બનેલી ઘટના, એક ઘાયલ

હળવદ : હળવદ તાલુકામાં સરંભડા ગામે વાડી – ખેતરમાંથી મગફળી કાઢતી વખતે થ્રેસર મશીન ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા થ્રેસર મશીનમાં કાયમ કરતી એક યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં ચુનીલાલ શાંતિલાલ વિરડીયાની વાડીએ થ્રેસર મશીનથી મગફળી કાઢવાનું કામ ચાલુ હતું ત્યારે થ્રેસર મશીન અકસ્માતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા થ્રેસરમાં કામ કરી રહેલ મૂળ મધ્યપ્રદેશની વતની જિયાબેન સોફાનભાઈ રાઠવા ઉ.18નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અલ્પેશભાઈ નામના યુવાનને વીજશોક લાગતા ઇજાઓ પહોંચતા હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે હળવદ પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text