મોરબીમાં અમરેલી બાવન ગામ કડવા પટેલ સમાજ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

- text


મોરબી : તારીખ 16 ઓક્ટોબર ને બુધવારના રોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ ખાતે અમરેલી બાવન ગામ કડવા પટેલ સમાજ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી બાવન ગામ કડવા પટેલ સમાજ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં અમરેલી જિલ્લાના 52 ગામના કડવા પાટીદાર સમાજના લોકોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં આયુષ હોસ્પિટલ મોરબીની મેડિકલ ટીમે સૌને આરોગ્ય અંગે સલાહ આપી હતી. દરેકનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપનો લાભ 260થી વધુ લોકોએ લીધો હતો.

- text

 

- text