22 ડિસેમ્બરે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મોરબી દ્વારા ડાન્સ કોમ્પિટિશન યોજાશે

- text


સ્પર્ધામાં 5 થી 60 વર્ષ સુધીના કોઈપણ ભાગ લઈ શકશે

મોરબી : મોરબીમાં છેલ્લા 16 વર્ષથી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મોરબી દ્વારા ડિસેમ્બર મહિનામાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન મોરબી ખાતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 22 ડિસેમ્બર ને રિવારના રોજ આ ફરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ ડાન્સ કોમ્પિટિશનમાં 5 થી 60 વર્ષ સુધીના કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. જ્યારે વિજેતાઓને અલગ શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. તમામ સ્પર્ધક અને પ્રેક્ષકો માટે જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને ટીવી કલાકારો ઉપસ્થિત રહીને પ્રોત્સાહન આપશે. વધુ માહિતી માટે પ્રોગ્રામ ઓર્ગેનાઈઝર પ્રતિકભાઈ મંડિર- મો.નં. 6356262625, મંત્રી રામભાઈ મહેતા- મો.નં. 9904798048, પ્રમુખ લાલજીભાઈ મહેતા- મો.નં. 9825790412 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text