મોરબી અને હળવદમાંથી બે બાઇકની ચોરી

- text


મોરબી : મોરબી જિલ્લામા વાહનચોર ટોળકી સક્રિય બની હોય તેમ દરરોજ એકાદ બે વાહનોની ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક સુપર માર્કેટના પાર્કિંગમાંથી ફરિયાદી પ્રવીણભાઈ જીવરાજભાઈ કકાસણીયા રહે.નિતીનપાર્ક, રવાપર રોડ વાળાનું રૂપિયા 40 હજારનું બાઈક ચોરી થઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં હળવદ તાલુકાના અજિતગઢ ગામેથી ફરિયાદી ભરતભાઇ દેવજીભાઈ તરેવાડિયાનું 20 હજારની કિંમતનું પ્લેટીના બાઈક ચોરાઈ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text