મોરબીના જીવાપરમાં વાડાની જગ્યા મામલે બે ભાઈઓ ઉપર હુમલો

- text


વાડો અમારો છે કહી કુહાડી અને પાઇપ લઈ ત્રણ શખ્સો તૂટી પડયા

મોરબી : મોરબીના જીવાપર ચકમપર ગામે વાડાની સફાઈ કરી રહેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ વાડો અમારો છે કહી હુમલો કરતા વચ્ચે છોડાવવા પડેલા યુવાન ઉપર પણ કુહાડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જીવાપર ચકમપર ગામે રહેતા શૈલેષભાઇ ઉર્ફે સંજો જયંતીલાલ હમીરપરાએ આરોપી દેવજી મનજી સનુરા, પ્રવીણ દેવજી સનુરા અને પુનિત દેવજી સનુરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે પોતે પોતાનો વાડો સાફ કરતા હતા ત્યારે ત્રણેય આરોપીઓ બનાવ સ્થળે આવી આ વાડો અમારો છે કહી ઝઘડો કરી ફરિયાદી શૈલેશભાઈને માથામાં કુહાડીનો ઘા ઝીકી પગમાં પાઈપના ઘા મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું અને આ ઝઘડાના વચ્ચે છોડાવવા આવેલ સાહેદ રસિકભાઈને પણ પાઇપ ફટકારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text