મોરબી નજીક શાકભાજી લેવા જતા યુવાનનું ડમ્પર હડફેટે મૃત્યુ

- text


જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ નજીક બનેલી ઘટના

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ શાકમાર્કેટમા શાક લેવા જઈ રહેલા મધ્યપ્રદેશનના યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.13ના રોજ રાત્રીના સમયે જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ શાક માર્કેટમાં શાકભાજી લેવા જઈ રહેલા મધ્યપ્રદેશના વતની પ્રેમસિંગ રામસિંગ દાગી ઉ.35 નામના યુવાનને જીજે – 02 – એક્સએક્સ – 7690 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રેમસિંગનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના મોટાભાઈ જીવનસિંગ દાગીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text