મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા છેલ્લા આઠ વર્ષથી શરદપૂનમ નિમિત્તે ગોયણી (મહા દુર્ગા પૂજા) પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે તારીખ 20 ઓક્ટોબરના રોજ સાંજે 5 થી 8 કલાક દરમિયાન ગોયણી પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં દીકરીઓને વિદ્યા વસ્તુઓનું દાન આપવામાં આવશે.જેમાં 11 વર્ષ સુધીની દીકરીઓ નામ લખાવી શકશે. ગોયણીના નામ લખાવવા માટે 17 ઓક્ટોબર સાંજે 8 વાગ્યા સુધીમાં મંદિરે રૂબરૂ પૂજારીને લખાવી દેવા અથવા રાજેન્દ્રભાઈ ભટ્ટ- 9909958188 અથવા રમેશભાઈ પીઠવા- 9909560998 અથવા યશવંતભાઈ જોશી- 9974768005 અથવા હીતાબેન જોશી- 9099705434ને વોટ્સએપ પર દીકરીનું નામ અને ઉંમર લખાવી દેવા જણાવાયું છે.