માળીયા મિયાણા આરએફઓએ નીલગાયના માસ અને ગાડી સાથે કાજરડા ગામેથી આરોપીઓને પકડી પાડયામોરબી : મોરબી તાલુકાના શનાળા ગામની સીમમા બે અલગ અલગ જગ્યાએ નીલ ગાય ઉપર જામગરી બંદૂક વડે શિકાર કરી માસ સાથે માળીયા મિયાણા તરફ નાસી ગયેલા ત્રણ શખ્સોને માળીયા મિયાણા આરએફઓની ટીમે નીલ ગાયના માસ સહિતના અવશેષો સાથે ઝડપી લઈ ગાડી કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા આરએફઓની ટીમે બાતમીને આધારે કાજરડા ગામેથી આરોપી જલાઉદ્દીન હારુનભાઈ કાજેડીયા, તૈયુબ જલાઉદ્દીન કાજેડીયા અને સિકંદર સલીમ માણેક નામના શખ્સોને ફોર વ્હીલ ગાડીમાં નીલ ગાયના માસ સાથે બાતમીને આધારે ઝડપી લઈ વેટરનરી ડોકટર પાસે માસની ખરાઈ કરાવતા માસનો આ જથ્થો નીલ ગાયનો જ હોવાનો રિપોર્ટ આપતા વન વિભાગે ત્રણેય આરોપીઓની વિરુદ્ધ વન્ય કાયદા મુજબ કાર્યવાહી કરી હતી.વધુમાં ત્રણેય આરોપીઓએ વન વિભાગ સમક્ષ કબુલ્યું હતું કે, મોરબીના શનાળા ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ઉપર નીલગાય ઉપર જામગરી બંદૂક વડે ફાયરિંગ કરી શિકાર કરી માસ તેમજ અન્ય અવશેષો લઈ નાસી ગયા હતા. બનાવ અંગે વન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ તજવીજ શરૂ કરી છે.