મોરબીમાં સિક્યુરિટી ગાર્ડને ડિલેવરીમેન તરીકે રાખી વિદેશી દારૂનું વેચાણ, એક પકડાયો

- text


નીલકંઠ સ્કવેર શોપિંગ સેન્ટરની દુકાનમાંથી દારૂની સપ્લાય, મુખ્યભેજા બાજ ફરાર

મોરબી : મોરબીના ભક્તિનગર નજીક આવેલ શોપિંગ સેન્ટરની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી સિક્યુરિટી ગાર્ડ મારફતે દારૂ સપ્લાય કરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી સિક્યુરિટી ગાર્ડને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે પકડી પાડ્યો હતો. જો કે, દારૂનો મુખ્ય ધંધાર્થી પોલીસને હાથ લાગ્યો ન હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા નજીક ભક્તિનગર પાસે આવેલ નીલકંઠ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતો આરોપી શૈલેષ પુનાભાઈ વાળા રહે.મુરલીધર હોટલ પાછળ શનાળા વાળો વિદેશી દારૂ વેચાણ કરતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે શોપિંગ સેન્ટરની દુકાનમાં દરોડો પાડતા આરોપી શૈલેષ હાજર મળી આવ્યો ન હતો પરંતુ આરોપી સરદાર નમનભાઈ પરમાર રહે. નીલકંઠ સ્કવેર શોપિંગ સેન્ટર, મૂળ રહે. દાહોદ વાળો મળી આવતા દુકાનમાંથી વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 3000 મળી આવતા સરદારભાઈને અટકાયતમાં લીધો હતો. પોલીસના હાથે પકડાયેલ સરદારભાઈએ કબુલ્યું હતું કે, આરોપી શૈલેષ કહે ત્યાં પોતે દારૂ પહોંચાડી આપતો હતો. બનાવ અંગે પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text