મોરબીમાં સામું કેમ જુએ છે કહી યુવાન ઉપર છરી વડે હુમલો

- text


સામાપક્ષે પણ ગાળો આપી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર જનકનગર સોસાયટીમાં સામે કેમ જુવે છે ? અમે આ શેરીમાં રહેવા આવ્યા છીએ એ શેરી છોડીને જતો રહેજે કહી યુવાન ઉપર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે, સામાપક્ષે પણ ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર જનકનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી ઇકબાલભાઈ કરીમભાઈ વડાવરીયાએ આરોપી ઝુબેર ઉર્ફે બબુડો, અકરમ શાહમદાર, કિશન ઉર્ફે કે.કે.સિલવા, વિશાલ કોળી અને સિકંદર મિયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ઝુબેર ઉર્ફે બબુડાએ ઇકબાલભાઈને સામે કેમ જુવે છે કહી કહ્યું હતું કે, અમે હવે આ શેરીમાં રહેવા આવ્યા છીએ શેરી છોડીને જતો રહેજે, કહી ઢીકા પાટુનો માર મારી બાદમાં ઝુબેરે છરી કાઢી સાહેદ મુસ્તાકને મારી દઈ ફરિયાદીના પત્ની હીનાબેન વચ્ચે પડતા તમામ આરોપીઓએ મારામારી કરી ઇજાઓ પહોંચાડી હતી.

- text

બીજી તરફ સામાપક્ષે જનકનગરમાં જ રહેતા ઝુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયકે આરોપી ઇકબાલ ઉર્ફે ઝીણી કરીમભાઈ વડાવરિયા, મુસ્તાક સોલંકી અને ઈરફાન ઘાંચી વિરુદ્ધ ગાળો આપી છરી વડે હુમલો કરી ફરિયાદીને તેમજ સાહેદ અકરમને ઢીકા પાટુનો માર મારવા અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- text