મોરબી : લાયન્સ કલબ દ્વારા તા.૧૭ને ગુરુવારના રોજ પરસોતમ ચોક, કાલિકા પ્લોટમાં રાધા કૃષ્ણ મંદિર ખાતે આયુષ હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જરૂરિયાત મુજબના દર્દીઓને ઈ.સી.જી. તથા એક્સ-રે સહિત લેબોરેટરી અને નિદાન ફ્રીમાં કરવામાં આવશે તથા જરૂર જણાયે સુપર સ્પેશ્યલ ડોકટરને કન્સલ્ટિંગ માટે આયુષ હોસ્પિટલમાં ફ્રીમાં રિફર કરવામાં આવશે. તો મોરબીની જાહેર જનતાને કેમ્પનો લાભ લેવા રુચિર એ કારિયા -ઇન્ડીયન લાયન્સ કલબની યાદીમાં જણાવાયું છે.