મોરબીના ગોકુલ નગરમાં ટારઝન સહિતના ચાર શખ્સોએ પિતા પુત્રને માર માર્યો

- text


સેન્ટિંગ કામના બાકી પૈસાની ઉઘરાણી કરતા આરોપીઓએ ઘેર આવી બઘડાટી બોલાવી

મોરબી : મોરબીના શક્ત શનાળા નજીક ગોકુલનગરમાં સેન્ટિંગ કામના પૈસાની ઉઘરાણી કરવા મામલે ટારઝન સહિતના ચાર શખ્સોએ પિતા પુત્રને ઘેર જઇ માર મારી પગ ભાંગી નાખતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક ગોકુલનગરમાં રહેતા અને સેન્ટિંગ કામનો ધંધો કરતા ધરમશીભાઈ મોહનભાઇ જાંબુકીયાએ આરોપી મનસુખભાઇ દેવકરણભાઈ સતવારા, ટારઝન સતવારા, નરસીભાઈ સતવારા અને દેવકરણભાઈ સતવારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓને આરોપી મનસુખભાઇ સતવારા પાસેથી સેન્ટિંગ કામના પૈસા લેવાના હોય હિસાબ કરવા માટે બોલાવતા આરોપી મનસુખભાઇ ફરિયાદી ધરમશીભાઈના ઘેર આવ્યા હતા અને હિસાબ બાબતે કઈ કહે તે પહેલાં જ ગાળા ગાળી કરી અન્ય આરોપી ટારઝન સહિતનાને બોલાવી ઝઘડો કરતા ધરમશીભાઈનો પુત્ર રવિ વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ પગમાં ફ્રેક્ચર કરી નાખતા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text