હળવદના રાયધ્રા ગામે 11 કિલો પોશડોડા સાથે વૃદ્ધ પકડાયા

- text


મોરબી એસઓજી ટીમે કરેલી કાર્યવાહી

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે માદક પદાર્થ પોશડોડાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડો પાડી એક વૃદ્ધને 11 કિલો પોશડોડા તેમજ મોબાઈલ અને ત્રાજવા સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ મુજબ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે માદક પદાર્થ પોશડોડાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે આરોપી મૈયાભાઈ ઉર્ફે પટેલ ગાંડાભાઈ પરસાડીયા ઉ.66 નામના વૃદ્ધને 11.328 ગ્રામ પોશડોડા માદક પદાર્થ કિંમત રૂપિયા 33,984 સાથે એસઓજી ટીમે ઝડપી લઈ એક વજન કાંટો તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 33,984 સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text