વાંકાનેરના માટેલ નજીક સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા શ્રમિકની હત્યા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકની લેબર કવાટર્સમાં જ હત્યા કરી નાખવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવતા મૃતદેહ ઉપર ઇજાના નિશાન હોય હત્યાની આશંકાએ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

- text