મોરબીની માધાપરવાડી શાળામાં રમત-ગમત હરીફાઈ યોજાઈ

- text


પ્રજા અને પોલીસ સમન્વય અંતર્ગત રમતોત્સવનું આયોજન કરાયું

મોરબી : પ્રજા અને પોલીસનો સમન્વય થાય, સાચા લોકો અને ખાસ કરીને બાળકો પોલીસથી ડરે નહીં તેમજ લોકોને કોઈ હેરાન પરેશાન કરતું હોય તો કોઈનાથી ડર્યા વગર પોલીસ ખાતામાં ફરિયાદ કરે, પોલીસ એ પ્રજાના મિત્ર છે, એવા હેતુસર માધાપરવાડી કુમાર અને કન્યા શાળા ખાતે રમત-ગમત હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

પી.એસ.આઈ. સી.એમ. કરકર, કોન્સ્ટેબલ ધર્મિષ્ઠાબેન લગધરીકા અને કોન્સ્ટેબલ જયદીપભાઈ દેવસુરની પ્રેરક ઉપસ્થિતમાં કુમાર અને કન્યા મળીને 300 બાળકો વચ્ચે રમત ગમત હરીફાઈ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીત ખુરશી, કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડા કુદ વગેરે રમતો રમાડવામાં આવી હતી. જેમાં લીંબુ ચમચી કુમારમાં પ્રથમ નંબર, મણિલાલ પરમાર, દોરડાકુદમાં નિખિલ, કોથળા દોડમાં રસિક હડિયલ અને લીંબુ ચમચી કન્યામાં રાધા શુક્રમ હઠીલા, સંગીત ખુરશીમાં શિતલ રમેશભાઈ ચાવડા, દોરડા કુદમાં ડિમ્પલ અમરશીભાઈ પરમાર વગેરેએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને પોલીસ અધિકારીઓ તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે પીએસઆઈ સી.એમ. કરકર, કોન્સ્ટેબલ જયદીપભાઈ દેવસુર, કોન્સ્ટેબલ ધર્મિષ્ઠાબેન લગધિરકા વગેરે અધિકારીઓએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષક બંધુ-ભગિનીઓએ ખૂબજ જહેમત ઉઠાવી હતી.

- text

- text