મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બિયરના 6 ડબલા સાથે ચાર પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીલાપર કેનાલ રોડ ઉપર શ્યામ ગ્લાસવેર નજીક ઉભેલી શંકાસ્પદ સ્વીફ્ટ કાર નંબર જીજે – 03 – સીએ – 5281માંથી કિંગફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના 6 ટીન કિંમત રૂપિયા 660 સાથે આરોપી નિર્મળભાઇ ભગવાનજીભાઇ બરબસીયા અમીતભાઇ ધનજીભાઇ શેરશીયા, લાખાભાઇ દેવાનંદભાઇ ગોગરા અને ચેતનભાઇ ગંગારામભાઇ પારેજીયાને ઝડપી લઈ રૂપિયા 2 લાખની કાર સહિત રૂપિયા 2,00,660નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text