મોરબીની ન્યૂ એરા પબ્લિક સ્કૂલના બે વિદ્યાર્થીઓએ કલા ઉત્સવમાં મેળવ્યો પ્રથમ ક્રમ

- text


મોરબી : સમગ્ર શિક્ષા, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર શિક્ષા, મોરબી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, મોરબી દ્વારા જિલ્લા કક્ષાના કલા ઉત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની ન્યૂ એરા પબ્લિક સ્કૂલના બે વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. જેમાં વાદન વિભાગમાં હર્મન શેઠ અને નૃત્ય સ્પર્ધામાં ઝીંકલ કંઝારિયાએ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text

- text