મોરબી : મોરબીની પોસ્ટ ઓફીસ ખાતે રાસ ગરબાનું આયોજન બાદ ભોજન કરતી વેળાએ પોસ્ટ મેનને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસના પટાંગણમાં ગઈકાલે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ વેળાએ પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રવજીભાઈ ઘુમલીયા (ઉ.વ.49) ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું